OTHER LEAGUES

‘હું સુરેશ રૈના છું, શાહિદ આફ્રિદી નહીં’- પુનરાગમન પર રૈનાનો આનંદી જવાબ

લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સીઝન કતારની રાજધાની દોહામાં રમાઈ રહી છે. બુધવારે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે લીગ મેચ રમાઈ હતી.

જેમાં વર્લ્ડ જાયન્ટ્સની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય મહારાજાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. મેચ બાદ ભારતીય મહારાજા ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આઈપીએલને લઈને આવું નિવેદન આપ્યું હતું, જેણે બધાને ચોંકાવી દીધા હતા.

વર્લ્ડ જાયન્ટ્સ અને ભારતીય મહારાજા મેચ બાદ સુરેશ રૈના પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુરેશ રૈનાને પૂછવામાં આવ્યું કે આજના પ્રદર્શન બાદ બધા તમને IPLમાં રમતા જોવા માંગે છે. જેના પર રૈનાએ ફની જવાબ આપ્યો અને કહ્યું- હું શાહિદ આફ્રિદી નથી, મેં IPL અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. સુરેશ રૈનાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version