ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ (ટીકેઆર) ના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ વ્યક્તિગત કારણો અને કોરોના સંબંધિત મુસાફરી પ્રતિબંધોને કારણે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) ની આગામી સિઝનમાં ચૂકી જશે. તમને જણાવી દઈએ કે ટીમના કેપ્ટન કિરોન પોલાર્ડ છે. આ સિવાય ડેરેન બ્રાવો, કોલિન મુનરો, રવિ રામપાલ, લેન્ડલ સિમોન્સ, ઇસરુ ઉદાના અને યાસીર શાહ જેવા ક્રિકેટરો હાજર છે. ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન આ ફ્રેન્ચાઇઝીના માલિક છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન TKR એ ઈમરાન જાનને CPL 2021 માટે ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ઇમરાન, ભૂતપૂર્વ ત્રિનિદાદ અને ટોબેગો કેપ્ટન અને ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડીઝ એ ક્રિકેટર, સહાયક કોચ તરીકેની શરૂઆતથી ટીકેઆર સેટઅપનો ભાગ છે.
ફ્રેન્ચાઇઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેરેબિયન પ્રીમિયર લીગના ડિફેન્ડિંગ ચેમ્પિયન, ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે આજે CPL 2021 સીઝન માટે તેમના સપોર્ટ સ્ટાફમાં કેટલાક ફેરફારની જાહેરાત કરી છે. હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ વ્યક્તિગત કારણો અને કોરોના સંબંધિત મુસાફરી પ્રતિબંધોને કારણે CPL 2021 માટે ઉપલબ્ધ નથી.
🚨#TKR Support staff update for #CPL21 🚨 pic.twitter.com/45ePciDvEh
— Trinbago Knight Riders (@TKRiders) August 21, 2021
CPL 2021ની તમામ 33 મેચ વોર્નર પાર્કમાં રમાશે. આ દરમિયાન દર્શકો સ્ટેડિયમમાં આવીને મેચ જોઈ શકશે. કુલ ક્ષમતાના 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

