OTHER LEAGUES

ભારતમાં કોરોના ચેપને કારણે ભારતની આ ટી-20 લીગ મુલતવી રાખવામાં આવી

આ પહેલા 2018 અને 2019 માં આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું…

આઇપીએલ બીજા તબક્કામાં પ્રવેશ્યો છે. જેની મેચ હવે અમદાવાદ અને દિલ્હીમાં યોજાઈ રહી છે. જો કે, ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈ ક્રિકેટ એસોસિએશને દેશમાં કોવિડ -19 કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આગામી ટી-20 લીગ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ટી 20 મુંબઇ લીગ સ્ટીઅરિંગ કાઉન્સિલના અધ્યક્ષ મિલિંદ નાર્વેકરે જણાવ્યું હતું કે સરકારી મશીનરીના કામનો ભાર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એમસીએએ એક નિવેદનમાં કહ્યું, “હાલની પરિસ્થિતિ જોઇને એમસીએ ના પ્રમુખ વિજય પાટીલને અને અધ્યક્ષ હોવાને લીધે, મેં આગામી સૂચના મળે ત્યાં સુધી ટી-20 મુંબઈ લીગ ન લેવાનું નક્કી કર્યું. રકારી મશીનરી પરનો ભાર ઘટાડવાનો આ અમારો માર્ગ છે. “અને અમે એ પણ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે દરેક સલામત રહે.”

મુંબઈ ટી -20 લીગનું આ ત્રીજી આવૃત્તિ હતું. આ પહેલા 2018 અને 2019 માં આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Exit mobile version