વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝને એક મહિનાથી પણ ઓછો સમય બાકી હોવાથી ઈશાન કિશન દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનની ટીમમાંથી બહાર થઈ ગયો છે. ઇન્ડિયા A ના સુકાની અભિમન્યુ ઇશ્વરન ટીમની કપ્તાની કરશે જ્યારે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર શાહબાઝ નદીમ વાઇસ કેપ્ટન હશે.
ઈશાન કિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમમાં હતો અને કેએસ ભરતને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો હતો, તેથી અમે પસંદગી સમિતિના કન્વીનર દેબાશીષ ચક્રવર્તીને પૂછ્યું કે શું આપણે ઈશાનને પસંદ કરવો જોઈએ. જોકે તે ભારત માટે સીમિત ઓવરોમાં સતત રમી રહ્યો છે તેથી તેને કેપ્ટનશિપ મળવી જોઈતી હતી. પરતું તેને ફોન પર પૂછ્યું અને અમને કહ્યું કે તે દુલીપ ટ્રોફી રમવા માંગતો નથી. અમને એ જણાવવામાં આવ્યું નથી કે તે ઘાયલ છે કે નહીં. માત્ર એટલું જ કહ્યું કે તે રમવા માંગતો નથી.
ઈશાન કિશનના સ્થાને ઈસ્ટ ઝોનની ટીમમાં અભિષેક પોરેલની પસંદગી કરવામાં આવી છે. અભિષેક આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. તેણે IPL 2023માં 2 મેચમાં 27 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં 679 રન બનાવ્યા છે. તેની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે.
દુલીપ ટ્રોફીમાં પૂર્વ ઝોનની ટીમ:
અભિમન્યુ ઇશ્વરન (c), શાંતનુ મિશ્રા, સુદીપ ઘરમી, રિયાન પરાગ, એ મઝુમદાર, બિપિન સૌરભ, અભિષેક પોરેલ (wk), K કુશાગરા (wk), શાહદાબ નદીમ (vc), શાહબાઝ અહેમદ, મુકેશ કુમાર, આકાશ દીપ, અનુકુલ રોય , એમ મુરા સિંહ, ઈશાન પોરેલ.
