OTHER LEAGUES

MLCમાં પોલાર્ડે સ્ટેન્ડમાં બેઠેલી છોકરી પાસે માંગી માફી, જુઓ વિડીયો

pic - latestly

આ દિવસોમાં અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ રમાઈ રહી છે, જેમાં દુનિયાભરના સ્ટાર ક્રિકેટર્સ ભાગ લઈ રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક બેટ્સમેન કિરોન પોલાર્ડ પણ આ લીગનો એક ભાગ છે.

MI ન્યૂયોર્કનો ભાગ પોલાર્ડે રવિવારે રમાયેલી મેચમાં એવી તોફાની સિક્સ ફટકારી હતી, જેના કારણે સ્ટેન્ડમાં હાજર એક છોકરી ઘાયલ થઈ ગઈ હતી. જોકે, આ પછી પોલાર્ડે જે કર્યું તેણે ચાહકોનું દિલ જીતી લીધું.

મેજર લીગ ક્રિકેટ મેચ દરમિયાન, કિરોન પોલાર્ડે સિક્સર ફટકારી હતી જે સ્ટેન્ડમાં હાજર એક છોકરીના ખભા પર વાગી હતી. ઇજા બાદ છોકરી ખૂબ જ પીડામાં જોવા મળી હતી, મેચ બાદ કિરોન પોલાર્ડને આ વાતની જાણકારી મળી અને તે ફેન્સને મળવા આવ્યો. કિરોન પોલાર્ડે છોકરીની માફી માંગી, જે પછી પોલાર્ડે છોકરીને તેની કેપ પર ઓટોગ્રાફ આપ્યો, છોકરીએ પોલાર્ડ સાથે સેલ્ફી પણ લીધી. પોલાર્ડને મળ્યા બાદ છોકરી પણ ઘણી ખુશ દેખાતી હતી, તેણે પોલાર્ડના આ સિક્સના વખાણ કર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version