OTHER LEAGUES

સોહેલ તનવીર સામે ભારતના મહારાજાઓ ઝૂક્યા, એશિયા લાયન્સની 9 રને જીતી

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023ની પ્રથમ મેચમાં એશિયા લાયન્સ અને ઈન્ડિયા મહારાજા સામસામે છે. એશિયા લાયન્સે 9 રને મેચ જીતી લીધી હતી.

એશિયા લાયન્સે મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા એશિયા લાયન્સે મિસ્બાહ-ઉલ-હક અને ઉપુલ થરંગાની તોફાની ઇનિંગ્સના કારણે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત મહારાજાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટના નુકસાને 156 રન બનાવીને ઢીબે થઈ ગઈ હતી.

પ્રથમ બેટિંગ કરતા એશિયા લાયન્સના ઓપનર ઉપુલ થરંગાએ 39 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ઓપનર તિલકરત્ને દિલશાન બીજી ઓવરના ચોથા બોલ પર ડિંડાનો શિકાર બન્યો હતો. તેને વિકેટકીપર રોબિન ઉથપ્પાએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી અસગર અફઘાન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.

ટીમ માટે મિસ્બાહ-ઉલ-હકે 50 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. જ્યારે ઈન્ડિયા મહારાજા ટીમ તરફથી સ્ટુઅર્ટ બિની અને પરવિંદર અવનાએ 2-2 વિકેટ લીધી હતી જ્યારે ઈરફાન-અશોકને 1-1 સફળતા મળી હતી.

વ ભારત મહારાજાના ઓપનર રોબિન ઉથપ્પાએ શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તે જ સમયે, કેપ્ટન ગૌતમ ગંભીરે 39 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી, જેમાં કુલ 7 ચોગ્ગા સામેલ હતા. આ સિવાય મુરલી વિજયે 25 રન બનાવ્યા હતા. મોહમ્મદ કૈફે 20 બોલમાં 22 રન જ્યારે ઈરફાન પઠાણે 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. એશિયા લાયન્સ તરફથી સોહેલ તનવીરે 3 જ્યારે ઈસુરુ, દિલશાન અને પરેરાને 1-1 વિકેટ મળી હતી.

Exit mobile version