OTHER LEAGUES

LLC: ક્રિકેટ જગતના આ 2 દિગ્ગજ લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગાંગુલી સાથે રમશે

BCCIના પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સાત વર્ષ બાદ વ્યાવસાયિક ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)માં રમતા જોવા મળશે.

ગાંગુલીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે તે આ ટૂર્નામેન્ટની ચેરિટી મેચમાં રમશે, જે ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રમાશે. આ લીગમાં ઈયોન મોર્ગન, વિરેન્દ્ર સેહવાગ, મુથૈયા મુરલીધરન, મિસ્બાહ-ઉલ-હક, જોન્ટી રોડ્સ, મિશેલ જોન્સન, બ્રેટ લી, શેન વોટસન, રોસ ટેલર અને ડેલ સ્ટેઈન ભાગ લે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં કુલ 53 નામ ફાઇનલ કરવામાં આવ્યા છે.

એલએલસીની બીજી સીઝન 17 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન દિલ્હી, કોલકાતા, લખનૌ, જોધપુર અને કટક અથવા રાજકોટના પાંચ ભારતીય શહેરોમાં યોજાશે. સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ પણ આ લીગમાં રમી શકશે. આ લીગની પ્રથમ સિઝન આ વર્ષે જાન્યુઆરીમાં ઓમાનના મસ્કતમાં રમાઈ હતી. ત્યારબાદ ત્રણ ટીમો – ઈન્ડિયા મહારાજા, વર્લ્ડ જાયન્ટ્સ અને એશિયા લાયન્સ મળીને કુલ 7 મેચ રમી હતી.

લીગની વેબસાઈટ અનુસાર, ભારતીય મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી અને અભિનેતા અમિતાભ બચ્ચનને આ લીગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, જ્યારે રવિ શાસ્ત્રી આ લીગના કમિશનર છે અને વસીમ અકરમ કાઉન્સિલના સભ્ય છે.

Exit mobile version