OTHER LEAGUES

મુંબઈ ઈન્ડિયન્સની ઈસી વોંગે ઈતિહાસ રચ્યો, હેટ્રિક લેનારી પ્રથમ બોલર બની

ISSY WONG HATRCIK

PIC COURTESY : SKYSPORTS

મુંબઈ ઈન્ડિયન્સની ફાસ્ટ બોલર ઈસી વોંગ મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી પ્રથમ બોલર બની ગઈ છે. તેણે યુપી વોરિયર્સ સામેની એલિમિનેટર મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

ઇસી વોંગે યુપી વોરિયર્સની ઇનિંગની 13મી ઓવરમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. વોંગે યુપીની ઇનિંગ્સમાં સુકાની એલિસા હીલીને વહેલી આઉટ કરીને મુંબઈને મોટી સફળતા અપાવી હતી.

વોંગે હેટ્રિક નોંધાવતા પહેલા બે ઓવરમાં 11 રન આપીને એક વિકેટ લીધી હતી. આ પછી, 13મી ઓવરમાં વોંગે કિરણ નાગવાયર (43)ને આઉટ કરીને ઓવરના બીજા બોલ પર પ્રથમ વિકેટ લીધી હતી. આ પછી તેણે ત્રીજા બોલ પર સિમરન શેખને આઉટ કર્યો અને સતત બે બોલમાં વિકેટ લીધી. તેણે ચોથા બોલ પર વિકેટ પણ લીધી હતી. વોંગે સોફી એક્લેસ્ટોનને ક્લીન બોલિંગ કરીને હેટ્રિક પૂરી કરી હતી. તેણે આ ઓવરમાં બે ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા, જ્યારે એક કેચ આઉટ થયો. આ સાથે, વોંગ વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં હેટ્રિક લેનારી પ્રથમ બોલર બની ગઈ છે. વોંગે યુપી વોરિયર્સ સામેની મેચમાં 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ શુક્રવારે એલિમિનેટર મેચમાં યુપી વોરિયર્સને 72 રને હરાવીને મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે તે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. એલિમિનેટરમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં યુપી વોરિયર્સની ટીમ 17.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વુમન્સ પ્રીમિયર લીગમાં હેટ્રિક સાથે, ઈસી વોંગ ટૂર્નામેન્ટની ડેબ્યૂ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. તેણે 9 મેચમાં 12 વિકેટ લીધી છે. વુમન્સ પ્રીમિયર લીગ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર યુપીની બોલર સોફી એક્લેસ્ટોન 9 મેચમાં 16 વિકેટ સાથે છે.

Exit mobile version