હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ચાલી રહી છે, જેમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાના શાનદાર બોલર અર્શદીપ સિંહની અવગણના કરવામાં આવી છે. આ ખેલાડીને છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રાખવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે હવે તેણે એક મોટો નિર્ણય લીધો છે. IPL બાદ હવે અર્શદીપ સિંહે ભારત છોડીને ઈંગ્લેન્ડ જવાનું મન બનાવી લીધું છે.
અર્શદીપ સિંહે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનું મન બનાવી લીધું છે. તે કેન્ટ માટે 5 મેચ રમવાનો છે. તમને જણાવી દઈએ કે અર્શદીપ સિંહ રવિવારે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં પોતાના કરિયરની પ્રથમ મેચ રમવા જઈ રહ્યો છે, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.
ટીમ ઈન્ડિયા માટે ઘણા પ્રસંગોએ પોતાના બોલથી આખી મેચ પલટી નાખનાર અર્શદીપ સિંહે T20 અને ODIમાં શાનદાર પરિણામ દર્શાવ્યા છે. જો કે, હવે તેને આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો નથી, જેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. જ્યારે તે આ સમયે ટીમ ઈન્ડિયામાં રહેવાને લાયક છે.
તમને જણાવી દઈએ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ અર્શદીપ સિંહે અજાયબીઓ કરી છે. પોતાના કરિયરમાં 7 ફર્સ્ટ ક્લાસ મેચ રમીને તેણે 25 વિકેટ પોતાના નામે કરી છે. રવિવાર, 11 જૂનના રોજ, અર્શદીપ સિંહ કેન્ટ માટે તેની કારકિર્દીની પ્રથમ કાઉન્ટી ક્રિકેટ રમવા માટે તૈયાર છે.
"Rahul Dravid has already told me it is a club with a great history"
Arshdeep Singh, India's left-arm swing bowler, has agreed to play five County Championship matches for Kent in June-July #CountyChampionship #ArshdeepSingh
Read: https://t.co/K2Jkj7Krzu pic.twitter.com/cQqaFZUIpO
— ESPNcricinfo (@ESPNcricinfo) March 17, 2023