OTHER LEAGUES

હવે અર્શદીપ સિંહ ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવશે, આ કાઉન્ટી ટીમે સાથે કરાર કર્યો

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટૂંક સમયમાં ઈંગ્લેન્ડમાં યોજાનારી કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023માં રમતા જોવા મળશે. ડાબા હાથના બોલરને પ્રખ્યાત ક્લબ કેન્ટે કરારબદ્ધ કર્યા છે. અર્શદીપ જૂન અને જુલાઈમાં કેન્ટમાં પાંચ મેચ રમશે. કેન્ટે આ સિઝન માટે ત્રણ વિદેશી ખેલાડીઓની પસંદગી કરી છે જેમાં જ્યોર્જ લિન્ડે અને કેન રિચાર્ડસનનો પણ સમાવેશ થાય છે.

કેન્ટ મેનેજમેન્ટ તરફથી પોલ ડાઉનટને જણાવ્યું હતું કે તેણે દર્શાવ્યું છે કે તેની પાસે સફેદ બોલ સાથે વિશ્વ કક્ષાનું કૌશલ્ય છે અને મને વિશ્વાસ છે કે તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં લાલ બોલથી તે કુશળતાનો સારો ઉપયોગ કરી શકશે. જો કે તેણે અત્યાર સુધી માત્ર સાત ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, તેના તાજેતરના પ્રદર્શનમાં ઉછાળો જોવા મળ્યો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

જણાવી દઈએ કે અર્શદીપે ગયા વર્ષે ટી20 અને વનડેમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 29 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે કેન્ટનું પ્રતિનિધિત્વ કરનાર ચોથો ભારતીય ખેલાડી પણ બન્યો હતો.

કેન્ટ તરફથી કોન્ટ્રાક્ટ મળવા પર અર્શદીપે કહ્યું- હું ઈંગ્લેન્ડમાં રેડ બોલ ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત છું. હું ફર્સ્ટ ક્લાસ ગેમમાં મારી કુશળતામાં સુધારો કરવાનું ચાલુ રાખીશ. હું કેન્ટના સભ્યો અને સમર્થકોની સામે પ્રદર્શન કરવા આતુર છું; રાહુલ દ્રવિડે મને પહેલેથી જ કહ્યું છે કે આ એક શાનદાર ઈતિહાસ ધરાવતી ક્લબ છે.

Exit mobile version