OTHER LEAGUES

સોશિયલ પોસ્ટના કારણે નસીમ પર PCBનો 2cr દંડ

Pic- PT

પાકિસ્તાન ક્રિકેટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. નસીમ શાહ પર Pakistan Cricket Board દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો દંડ લગાવવામાં આવ્યો છે. બોર્ડે તેને 2 કરોડ રૂપિયનો દંડ ફટકાર્યો છે, જેને પાકિસ્તાની ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો દંડ માનવામાં આવી રહ્યો છે.

PCBની અનુશાસન સમિતિએ તપાસ બાદ નિષ્કર્ષ આપ્યો કે નસીમ શાહે પોતાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કર્યો છે. સોશિયલ મીડિયા પર કરેલી એક વિવાદાસ્પદ પોસ્ટને ‘ગેરજવાબદાર વર્તન’ ગણવામાં આવી હતી. બોર્ડે 27 માર્ચે નસીમને કારણ બતાવો નોટિસ મોકલ્યો હતો, જેના જવાબમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને નિષ્કપટ માફી પણ માંગી.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મરિયમ નવાઝ લાહોરનાગદ્દાફી સ્ટેડિયમ ખાતે PSLના 11મા સીઝનના ઓપનિંગ મેચમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહી હતી. ત્યાંથી થોડા સમય બાદ નસીમ શાહે સોશિયલ મીડિયા પર એક વ્યંગાત્મક ટ્વીટ કર્યો હતો, જે બાદ આ વિવાદ ઉગ્ર બન્યો.

નસીમના જવાબ અને માફીની સમીક્ષા કર્યા બાદ PCBની અનુશાસન સમિતિએ નિર્ણય કર્યો કે તેણે અનેક શરતોનો ભંગ કર્યો છે. જેના પરિણામે તેના પર 2 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો.

PCBએ વધુમાં જણાવ્યું કે નસીમ શાહે પોતાનો સોશિયલ મીડિયા સલાહકાર હટાવી દીધો છે. બોર્ડે આ સલાહકારને બ્લેકલિસ્ટ કરી દીધો છે, જેથી તે ભવિષ્યમાં PCB હેઠળ આવતા કોઈપણ ખેલાડી સાથે કામ ન કરી શકે.

Exit mobile version