બાબર આઝમે ટી20 ક્રિકેટમાં પોતાની 11મી સદી ફટકારી છે. સોમવારે, તેણે પાકિસ્તાન સુપર લીગ 2024માં પેશાવર ઝાલ્મી તરફથી રમતી વખતે ઈસ્લામાબાદ યુનાઈટેડ વિરુદ્ધ આ સદી ફટકારી હતી. તેણે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
પાકિસ્તાન સુપર લીગમાં આ તેની બીજી સદી છે. ગત સિઝનમાં તેણે ક્વેટા ગ્લેડીયેટર સામે સદી ફટકારી હતી. બાબરે 63 બોલમાં 111 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
બાબર અગાઉ પાકિસ્તાન સુપર લીગમાં 3000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ પછી તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો. તેણે વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો.
પાકિસ્તાન સુપર લીગની 84 મેચોમાં તેણે 45.98ની એવરેજ અને 127.09ની સ્ટ્રાઈક રેટથી 2 સદીની મદદથી 3265 રન બનાવ્યા છે. તેણે 30 અડધી સદી પણ ફટકારી છે. ટી20 ઈન્ટરનેશનલમાં પણ બાબરે 109 મેચમાં 3698 રન બનાવ્યા છે. તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે.
🚨 𝐊𝐈𝐍𝐆 𝐃𝐎𝐄𝐒 𝐈𝐓 🚨
Simply the best, 👑 Babar Azam brings up his second HBL PSL 💯 #HBLPSL9 | #KhulKeKhel | #PZvIU pic.twitter.com/GOu45jOOiS
— PakistanSuperLeague (@thePSLt20) February 26, 2024