IPL 2022- 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જે પહેલા ભારતીય યુવા ખેલાડીઓ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા રિયાન પરાગે વિદર્ભ સામે 5 વિકેટ લઈને ખળભળાટ મચાવી દીધો છે.
રિયાન પરાગ તેની બેટિંગ માટે વધુ જાણીતો છે, પરંતુ તે હવે તેની બોલિંગ પર પણ સખત મહેનત કરી રહ્યો છે જેથી તે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત કરી શકે.
BCCI ડોમેસ્ટિકે તેના ટ્વિટર એકાઉન્ટ પર રિયાન પરાગની 5 વિકેટ ઝડપવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે, પરાગ રણજી ટ્રોફીમાં આસામની ટીમ તરફથી રમી રહ્યો છે.
2⃣5⃣-3⃣-6⃣8⃣-5⃣! 👌 👌
Sit back & relive @ParagRiyan's five-wicket haul for Assam against Vidarbha 🎥 🔽 #RanjiTrophy | #VIDvASM | @Paytm pic.twitter.com/PUR2uNAAPm
— BCCI Domestic (@BCCIdomestic) March 5, 2022
IPL 2022ની હરાજીમાં આ 20 વર્ષીય યુવા ખેલાડીને રાજસ્થાન રોયલ્સે 3 કરોડ 80 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. રાજસ્થાન ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સે પણ પરાગની બિડમાં રસ દર્શાવ્યો હતો, જેની મૂળ કિંમત રૂ. 30 લાખથી શરૂ થઈ હતી, પરંતુ આરઆરએ ખેલાડીને છોડ્યો ન હતો.
આસામ vs વિદર્ભ મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતી વખતે, આસામે પુરકાયસ્થની સદીના આધારે 316 રન બનાવ્યા હતા, જે દરમિયાન રિયાન પરાગે 48 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, પરાગની શાનદાર બોલિંગના કારણે વિદર્ભની આખી ટીમ પ્રથમ દાવમાં 271 રનમાં સમેટાઈ ગઈ હતી.