સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટમાં બંને ખેલાડીઓ યુપીની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે…
ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યુપીસીએ) એ મંગળવારે રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી માટે સંભવિત 30 ખેલાડીઓના નામની ઘોષણા કરી છે. પરંતુ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાનું તેમાં નામ નથી. યુપીસીએનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અનુભવી ખેલાડીઓ સુરેશ રૈના અને મધ્યમ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનાં નામ સંભવિતમાં શામેલ નથી, જોકે સંભવિત ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં જરૂર પડે તો બંનેને રાખી શકાય છે.
સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટમાં બંને ખેલાડીઓ યુપીની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભુવનેશ્વરના પ્રદર્શનના આધારે તેને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે શ્રેણીમાં પસંદ કરી શકાય છે અને તે નિષ્ફળ જતા તે યુપી ટીમનો ભાગ બની શકે છે. રણજી અને વિજય હઝારે ટ્રોફીનું શેડ્યૂલ જાહેર થવાનું બાકી છે પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ તમામ બોર્ડને સ્થાનિક સીઝન માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. તે જોતાં ટીમના સંભવિત 30 ખેલાડીઓના નામની ઘોષણા કરવામાં આવી છે.
યુપીસીએના સીઓઓ દિપક શર્માએ જણાવ્યું હતું કે સંભવિત ખેલાડીઓમાં પ્રિયમ ગર્ગ, કરણ શર્મા, રિંકુ સિંહ, અક્ષદીપ નાથ, મોહમ્મદ સૈફ, આલ્મસ શૌકત, સમીર ચૌધરી, સમીર રિઝવી, માધવ કૌશિક, સત્યમ દિક્ષિત, હરદીપ સિંહ, રાહુલ રાવત, આર્યન જુઆલ, ઉપેન્દ્ર યાદવ, અંકિત રાજપૂત, શિવમ માવી, મોહસીન ખાન, આકિબ ખાન, યોગેન્દ્ર દોયલા, યશ દયાળ, સુનિલ કુમાર, જસ્મર ધનકર, સૌરભ કુમાર, શનુ સૈની, ઝીશાન અન્સારી, ધ્રુવચંદ જુરેલ, શુભમ ચૌબે, અભિષેક ગોસ્વામી, પાર્થ મિશ્રા અને મોહમ્મદ જાવેદ.