રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લ્યુક વિલિયમ્સને મહિલા પ્રીમિયર લીગ માટે તેના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બેન સોયરના સ્થાને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. WPLની પ્રથમ સિઝનમાં RCB મહિલા ટીમે સારું પ્રદર્શન કર્યું ન હતું, જેમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો.
“બિગ બેશ વિજેતા કોચ લ્યુક વિલિયમ્સ આરસીબી મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે જોડાયા છે,” આરસીબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું. તેણે કહ્યું કે હું એવા પ્લેઈંગ ગ્રૂપ સાથે કામ કરવા ઉત્સુક છું જેમાં ભારતીય અને વિશ્વ ક્રિકેટના ઘણા રોમાંચક ખેલાડીઓ છે. અમે અમારા જબરદસ્ત ચાહક વર્ગ માટે સફળતા હાંસલ કરવાનો પ્રયત્ન કરીશું.
તમને જણાવી દઈએ કે 43 વર્ષીય વિલિયમ્સનું એક ખેલાડી તરીકે કરિયર કંઈ ખાસ નહોતું. તેણે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. વિલિયમ્સે પોતાની કારકિર્દીમાં માત્ર 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 114 રન બનાવ્યા છે. જોકે, વિલિયમ્સ કોચ તરીકે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન વિમેન્સ બિગ બેશ લીગ (WBBL) 2022-23માં એડિલેડ સ્ટ્રાઇકર્સને ટ્રોફી તરફ દોરી હતી.
વિલિયમ્સે WBBLમાં સ્ટ્રાઈકર્સના ચાર્જમાં ચાર સીઝન વિતાવી અને ટીમ બેમાં રનર્સ-અપ રહી. વિલિયમ્સ સધર્ન બ્રેવના સહાયક કોચ પણ રહી ચૂક્યા છે. સધર્ન બ્રેવે આ વર્ષે વિમેન્સ હંડ્રેડમાં તેનું પહેલું ટાઇટલ જીત્યું.
🚨 ANNOUNCEMENT: Big Bash Winning Coach 𝐋𝐮𝐤𝐞 𝐖𝐢𝐥𝐥𝐢𝐚𝐦𝐬 Joins RCB Women’s Team as Head Coach 😇🤝
Luke: “I look forward to working with a playing group that will host a number of the most exciting players in Indian and world cricket as we look to bring a bold and… pic.twitter.com/WxRyzedkPV
— Royal Challengers Bangalore (@RCBTweets) September 30, 2023