ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 10.1 ઓવરમાં 114 રન બનાવીને મેચ જીતી લીધી હતી…
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ તોફાની ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે બાંગ્લાદેશ લિજેન્ડ્સ સામે પોતાની અર્ધસદી ના લીધે ભારતને વિજય અપાવી. આટલું જ નહીં, સહેવાગે સચિન સાથે પ્રથમ વિકેટ માટે 114 રનની ભાગીદારી નોંધાવી, ભારતની આ 10 વિકેટથી મોટી જીત અપાવી.
વીરેન્દ્ર સેહવાગે ફક્ત 20 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની છગ્ગા ફટકારીને અડધી સદી પણ પૂર્ણ કરી હતી. સહેવાગે ધમાકેદાર ઇનિંગ્સની શરૂઆત કરી અને તેણે પહેલી જ ઓવરમાં 19 રન ફટકાર્યા. પ્રથમ ઓવર મો રફીકની હતી જેમાં સેહવાગે તેની ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ પછી પણ સેહવાગનું બેટ અટક્યું નહીં અને તેણે સતત મોટા શોટ મારવાનું ચાલુ રાખ્યું.
સેહવાગે 35 બોલમાં 5 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી અણનમ 80 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 228.57 હતો જ્યારે સચિન તેંડુલકરે 26 બોલમાં 5 ચોગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 110 રનનો લક્ષ્યાંક હતો અને આ ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 10.1 ઓવરમાં 114 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
4⃣4⃣6⃣0⃣4⃣1⃣
19 runs in the first over!
Vintage Virender Sehwag#RoadSafetyWorldSeries2021 #VirenderSehwag pic.twitter.com/jsNGqQQILT — CricTracker (@Cricketracker) March 5, 2021
આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં બાંગ્લાદેશ લિજેન્ડ્સે 19.4 ઓવરમાં 109 રન બનાવ્યા હતા અને ઓલઆઉટ થઈ ગઈ હતી.

