ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટમાં રમતા જોવા મળશે. તેને વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ દ્વારા રોયલ લંડન કપ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
કૃણાલ હાલમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને તેના માટે ટીમમાં જગ્યા બનાવવા અને ફોર્મમાં પાછા આવવાની આ એક સારી તક છે. કૃણાલને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 સીરીઝ અને પછી આયર્લેન્ડ સામે ટીમમાં જગ્યા મળી ન હતી. 31 વર્ષીય ખેલાડી 2 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રોયલ લંડન કપ માટે વોરવિકશાયર ટીમનો ભાગ હશે.
કૃણાલ પંડ્યા એકમાત્ર ખેલાડી નથી પરંતુ વોશિંગ્ટન સુંદર અને ચેતેશ્વર પૂજારા પણ આ કપનો ભાગ હશે. વોશિંગ્ટન સુંદર લંકેશાયર તરફથી રમતા જોવા મળશે જ્યારે ચેતેશ્વર પૂજારા સસેક્સ તરફથી રમતા જોવા મળશે.
ક્રુણાલને સાઈન કર્યા બાદ વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના ડાયરેક્ટર પોલ ફાર્બ્રેસે કહ્યું, “કૃણાલની સાઈનિંગ ક્લબ માટે શાનદાર છે.”
કૃણાલ તેની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ લાવશે જેનો ફાયદો તે ટીમને થશે જે સારો દેખાવ કરવા આતુર છે. અમને લાગે છે કે અમારા યુવા ખેલાડીઓ માટે કૃણાલ પાસેથી શીખવાની આ એક સારી તક છે. મને ખાતરી છે કે તે ખેલાડીઓની મદદ કરવા માટે પણ ઉત્સાહિત હશે.

