OTHER LEAGUES

બોસની રમતમાં સેહવાગની એન્ટ્રી, જાણો ક્યારે રમાશે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને બોસ લોકોની રમત એટલે કે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં એન્ટ્રી કરવામાં આવી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.

આ જાણકારી વીરેન્દ્ર સેહવાગે પોતે આપી છે. આ લીગનું આયોજન ક્યાં કરવામાં આવશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન ઓમાનમાં યોજાઈ હતી, જેમાં પાકિસ્તાની ક્રિકેટરો પણ રમ્યા હતા.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝન પણ ઓમાનમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ ટુર્નામેન્ટમાં ભારત, એશિયા અને વિશ્વની ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં વિરેન્દ્ર સેહવાગ ઉપરાંત ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ પણ રમવાના છે. વસીમ જાફર, નમન ઓઝા અને મોહમ્મદ કૈફ પણ ગયા વર્ષે રમ્યા હતા.

Exit mobile version