OTHER LEAGUES

શ્રેયસ અય્યર કાઉન્ટી ક્રિકેટ નહીં રમે, ક્લબે કહ્યું- અય્યરના નિર્ણયનો આદર કરીએ છે

આ સાથે શ્રેયસ અય્યરની સારી તંદુરસ્તી માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ…

 

ભારતીય ટીમનો મધ્યમ ક્રમનો બેટ્સમેન શ્રેયસ અય્યર ઇજાથી સ્વસ્થ થયો છે. પરંતુ તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ ટીમ લંકશાયર તરફથી રમી શકશે નહીં. આની જાહેરાત લંકશાયર ક્લબ દ્વારા જ કરવામાં આવી છે. લંકશાયર ટીમે એક નિવેદનમાં કહ્યું છે કે બીસીસીઆઈ અને ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે શ્રેયસ અય્યર કાઉન્ટી ક્રિકેટ નહીં રમે.

લંકશાયરના ડિરેક્ટર પોલ અલોટે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે નિરાશ છીએ કે તે અમારી ટીમમાં જોડાતો નથી. અય્યરને ઓલ્ડ ટ્રેફોર્ડમાં આવકારવામાં અમે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ એક ખેલાડીની તંદુરસ્તી બધાથી ઉપર છે. તેથી લંકશાયર ક્રિકેટ અય્યરના નિર્ણયનો આદર કરે છે. આ સાથે શ્રેયસ અય્યરની સારી તંદુરસ્તી માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ.

શ્રેયસ અય્યરે આ અંગે કહ્યું છે કે આ સિઝનમાં લેન્કશાયર ટીમમાં ન રમવા માટે હું નિરાશ છું. પરંતુ હું ભવિષ્યમાં લંકશાયર ટીમ તરફથી રમવાની આશા રાખું છું.

Exit mobile version