OTHER LEAGUES

‘સિક્સર કિંગ’ યુવરાજ સિંહ ઓસ્ટ્રેલિયાની આ ટીમ તરફથી રમશે

યુવરાજ સિંહ ક્રિકેટની દુનિયામાં ‘સિક્સર કિંગ’ તરીકે ઓળખાય છે. જોકે 2019 માં યુવરાજ સિંહે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ આજ સુધી યુવરાજ સિંહનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. યુવરાજ સિંહ ટૂંક સમયમાં નવી ભૂમિકામાં જોવા મળશે. મેલબોર્ન ક્રિકેટ એસોસિએશને દાવો કર્યો છે કે યુવરાજ સિંહ ઓસ્ટ્રેલિયા કોમ્યુનિટી ક્લબનો ભાગ બનશે.

મેલબોર્ન ઈસ્ટર્ન એસોસિએશન સાથે જોડાયેલી એક ક્રિકેટ ક્લબે ક્રિસ ગેલ, બ્રાયન લારા, યુવરાજ સિંહ અને એબી ડી વિલિયર્સ સાથે જોડાવાનો દાવો કર્યો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટ દિલશાન ગયા વર્ષે આ ક્લબ સાથે જોડાયેલો હતો અને તેણે ટી-20 કપ દરમિયાન 132 રન બનાવ્યા હતા.

મુલગ્રેવ ક્લબના અધિકારીએ સનાથ જયસૂર્યા અને ઉપલ થરંગાની ટીમ સાથે જોડાવાની માહિતી પણ આપી છે. “અમે જયસૂર્યા, થરંગા જેવા ખેલાડીઓને સ્થાનિક લોકોની સામે બતાવવા માંગતા હતા. અમે કહેવા માંગીએ છીએ કે અમે અમારી સાથે મોટા ખેલાડીઓને ઉમેરી શકીએ છીએ.

ક્રિકેટ ક્લબ વતી કહેવાયું હતું કે, “દિલશાન જેવા ખેલાડીના રમવાને કારણે અમારી ક્લબ મજબૂત બની છે. અમારી પાસે હવે ખૂબ સારા સ્પોન્સર્સ છે. અમે નવા ખેલાડીઓને ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અમે લારા, યુવરાજ અને ડી વિલિયર્સ જેવા મોટા ખેલાડીઓને ઉમેરવાનું નક્કી કર્યું છે.

Exit mobile version