OTHER LEAGUES

આ ટીમ સાથે શ્રીસંત પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરશે

બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમના સભ્ય રહી ચૂકેલા 39 વર્ષીય પૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંત ક્રિકેટને અલવિદા કહીને કોચ તરીકે નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.

અબુ ધાબીમાં યોજાનારી T10 લીગની પાંચમી સિઝનમાં બાંગ્લા ટાઈગર્સ ટીમના મેન્ટર તરીકે જોવા મળશે. જોકે શ્રીસંતને બાંગ્લા ટાઈગર્સના મેન્ટર અને શાકિબને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મેન્ટર અથવા કોચ તરીકે શ્રીસંતનો આ પહેલો અનુભવ હશે. બાંગ્લાદેશ ટી20 ટીમના કેપ્ટન શાકિબ અલ હસનને બાંગ્લાદેશ ટી20 ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું સ્થાન લેશે. ડુ પ્લેસિસની કપ્તાનીમાં ટીમે 10માંથી 6 મેચ જીતી અને ત્રીજા સ્થાને રહી. બાંગ્લાદેશના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આફતાબ અહેમદ ટીમના કોચ હશે. શ્રીસંત તેને સપોર્ટ કરશે. નજમુલ આબેદીન ફહીમની ટીમના સહાયક કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આઈપીએલની હરાજીમાં ખરીદદાર ન મળતાં શ્રીસંતે બીસીસીઆઈ પાસે વિદેશી લીગમાં રમવાની પરવાનગી માંગી હતી પરંતુ બોર્ડે તેમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં તેણે કોચિંગનો રસ્તો અપનાવ્યો છે. શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 વનડે અને 10 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

2013માં, IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં તેનું નામ આવ્યા બાદ BCCI દ્વારા તેના પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Exit mobile version