OTHER LEAGUES

તાલિબાન/અફઘાનિસ્તાન: કાબુલમાં ક્રિકેટ શરૂ થશે, આ દિવસથી ઘરેલુ ટી-20 શ્રેણી રમાશે

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ ક્રિકેટ અંગેની ચિંતા વધી હતી. જોકે, તાલિબાને ખાતરી આપી હતી કે તે ક્રિકેટ સાથે કોઈ સમસ્યા ઉભી કરશે નહીં.

હવે એવા અહેવાલ છે કે આ સંજોગો વચ્ચે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ શાપાગીઝા ક્રિકેટ લીગનું આયોજન કરશે.

લીગમાં વધુ બે ટીમો ઉમેરાતાં કુલ ફ્રેન્ચાઇઝીઓની સંખ્યા 8 થઇ ગઇ છે. આ લીગની આ આઠમી આવૃત્તિ હશે. જોકે તમામ આઠ ફ્રેન્ચાઇઝીઓના માલિકી હક્કો ગુરુવારે કાબુલમાં એસીબીની મુખ્ય કાર્યાલયમાં યોજાયેલા સમારંભમાં વેચાયા હતા.

એસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હામિદ શિનવારીએ એક નિવેદનમાં કહ્યું, “આ વખતે એસસીએલ દર્શકો અને ચાહકોને એક નવો અનુભવ આપશે. તે ખેલાડીઓ માટે આર્થિક રીતે પણ મહાન રહેશે.”

Exit mobile version