OTHER LEAGUES

ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર, આ બોલરે ફક્ત 5 બોલમાં 77 રન આપ્યા

દરેક બોલ પર મહત્તમ રન એટલે કે 6 રન થાય છે, તો સ્કોર 36 થશે…

 

કોઈ પણ ટીમની જીત અને હારમાં બેટ્સમેનની ભૂમિકા જેટલી જ હોય ​​છે અટેલીજ બોલરોની હોઈ છે. જો તમે પૂછશો કે કોઈ પણ બેટ્સમેન એક ઓવરમાં કેટલા રન બનાવી શકે છે અથવા કોઈ ઓવરમાં કોઈ બોલર કેટલા રન આપી શકે છે? તો તમારો જવાબ 36 રન હશે. કારણ કે જો દરેક બોલ પર મહત્તમ રન એટલે કે 6 રન થાય છે, તો સ્કોર 36 થશે. પરંતુ તમે ક્યારેય કલ્પના કરી છે કે એક ઓવરમાં 36 કરતા વધારે રન થઈ શકે છે, તમે જે વિચારો તે કરતા વધારે.

હા, આવી જ એક વિચિત્ર વસ્તુ ન્યુઝીલેન્ડમાં જોવા મળી હતી. આ મેચમાં એક બોલરે ફક્ત 5 બોલ ફેંકી 77 રન આપ્યા હતા. જેની સાથે ક્રિકેટના ઇતિહાસમાં એક રેકોર્ડ નોંધવામાં આવ્યો છે કે કોઈ પણ બોલર તોડવા માંગતો નથી.

1990માં ન્યુઝીલેન્ડમાં વેલિંગ્ટન શેલ ટ્રોફી દરમિયાન કેન્ટબરી અને વેલિંગ્ટન વચ્ચેની મેચ રમાઈ હતી. આ મેચમાં વેલિંગ્ટનની ટીમે કેન્ટબરીને 291 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જીતવા માટે કેન્ટબરીની ટીમને છેલ્લી બે ઓવરમાં 95 રનની જરૂર હતી. પરંતુ આ બે ઓવર વેલિંગ્ટનની ટીમને મળેલી હારનું કારણ સાબિત થઈ. છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવેલા આરએચ વેન્સે એક ઓવરમાં કુલ 22 બોલ ફેંક્યા હતા, જેમાં ફક્ત 5 બોલ માન્ય હતા. 0 4 4 4 6 6 4 6 1 4 1 0 6 6 6 6 0 0 4 4 0 1 આ ઓવરમાં કુલ 77 રન આવ્યા. આ ઓવરમાં કુલ 17નો બોલ ફેક્યો હતો.

Exit mobile version