OTHER LEAGUES

IPL 2023માં ન વેચાયો, હવે સાત વિકેટ લઈને ટીમને T20ની ચેમ્પિયન બનાવી

pic- bbc

સમરસેટની ટીમે 18 વર્ષની લાંબી રાહ બાદ વાઇટાલિટી T20 બ્લાસ્ટનો ખિતાબ જીત્યો છે. સમરસેટની ટીમ છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેણે એસેક્સને હરાવી હતી. ટીમની આ જીતનો હીરો મેટ હેનરી હતો, જેણે એક દિવસમાં સાત વિકેટ લઈને ટીમની જીત પર મહોર મારી હતી. સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ એક જ દિવસે રમાઈ હતી અને બંને મેચમાં મેટ હેનરીએ સાત વિકેટ ઝડપી હતી.

ફાઈનલ મેચની વાત કરીએ તો, સમરસેટની ટીમ 20 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં એસેક્સની ટીમ 18.3 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેટ હેનરીએ અંતિમ મેચમાં 3.3 ઓવરમાં 24 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જે તેનું સર્વશ્રેષ્ઠ T20 પ્રદર્શન છે. મેટ હેનરી સિવાય ઈશ સોઢીને ત્રણ સફળતા મળી.

સમરસેટનું આ બીજું ટાઈટલ છે. આ પહેલા વર્ષ 2005માં ગ્રીમ સ્મિથની કપ્તાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. 18 વર્ષની લાંબી રાહ બાદ ટીમે ટાઈટલ પર કબ્જો કર્યો છે.

આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ એક જ દિવસે રમાઈ હતી. સેમીફાઈનલમાં મેટ હેનરીએ સરે સામે 3.5 ઓવરમાં માત્ર 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. સમરસેટના 142 રનના જવાબમાં સરેની ટીમ માત્ર 118 રન જ બનાવી શકી હતી. અને ફાઇનલમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. મેટ હેનરીએ એક દિવસમાં સાત વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડનો બોલર મેટ હેનરી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સનો ભાગ રહ્યો છે, પરંતુ તે IPL 2023માં વેચાયો નહોતો. મેટ હેનરીની મૂળ કિંમત એક કરોડ રૂપિયા હતી અને કોઈપણ ટીમે તેના પર બોલી લગાવી ન હતી. 31 વર્ષીય મેટ હેનરીએ ન્યૂઝીલેન્ડ માટે 21 ટેસ્ટ, 72 વનડે અને 11 ટી20 મેચ રમી છે.

Exit mobile version