વરિષ્ઠ બેટ્સમેન શુભમ શર્માની સદી અને કુલદીપ સેનની ચાર વિકેટની મદદથી મધ્યપ્રદેશે ગુરુવારે અહીં વિજય હજારે ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની ગ્રુપ ડીની મેચમાં ઉત્તરાખંડને 10 રનથી હરાવ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા મધ્યપ્રદેશે નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 276 રન બનાવ્યા હતા. શુભમે 110 બોલમાં 100 રનની ઇનિંગ રમી જેમાં 10 ફોર અને 2 સિક્સ સામેલ હતી.
તેણે ઓપનર યશ દુબે (72) સાથે બીજી વિકેટ માટે 138 રન અને કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવ (53) સાથે ચોથી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. ઉત્તરાખંડ માટે ડાબોડી સ્પિનર સ્વપ્નિલ સિંહે 60 રનમાં ચાર વિકેટ લીધી હતી. જવાબમાં ઉત્તરાખંડની ટીમ નવ વિકેટે 266 રન જ બનાવી શકી હતી. તેમની તરફથી આદિત્ય તારેએ 52 અને સ્વપ્નીલે 82 રનનું યોગદાન આપ્યું હતું.
મધ્યપ્રદેશ માટે કુલદીપ સેને 10 ઓવરમાં 51 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. અન્ય મેચમાં પંજાબે અનમોલપ્રીત સિંહના 101 અને અભિષેક શર્માના 89 રનની મદદથી જમ્મુ અને કાશ્મીરને આઠ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા જમ્મુ-કાશ્મીરની ટીમ 227 રનમાં આઉટ થઈ ગઈ હતી. પંજાબે આ લક્ષ્ય માત્ર 28.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. અન્ય ગ્રુપ મેચમાં બરોડાએ ઓડિશાને 148 રનથી હરાવ્યું હતું.
Madhya Pradesh Won by 10 Run(s) #MPvCAU #VijayHazareTrophy Scorecard:https://t.co/iJAGSKfTOX
— BCCI Domestic (@BCCIdomestic) November 17, 2022