OTHER LEAGUES

મલિંગાને પાછળ છોડી વાનિન્દુ હસરંગાએ લીધી કારકિર્દીની ચોથી હેટ્રિક

કેન્ડી ફાલ્કન્સના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગાએ લંકા પ્રીમિયર લીગમાં હેટ્રિક લીધી. હસરંગાના જીવનકાળની આ ચોથી હેટ્રિક છે.

આ પહેલા તેનો દેશબંધુ લસિથ મલિંગા પણ 3 હેટ્રિક કરી ચૂક્યો છે. કોલંબો સ્ટાર્સ સામે રમાયેલી મેચમાં હસરંગાએ આ સિદ્ધિ મેળવી હતી. કેન્ડી ફાલ્કન્સે પ્રથમ રમતમાં 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલંબો સ્ટાર્સની ટીમ 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કેન્ડી ફાલ્કન્સના કેપ્ટન વાનિન્દુ હસરાંગાએ કોલંબો સામે 7મી ઓવરમાં હેટ્રિક લીધી હતી. તેણે દિનેશ ચાંદીમલ, બેની હોવેલ અને શીખુગે પ્રસન્નાને આઉટ કર્યા હતો. હસરંગાએ ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લઈને ઇતિહાસ રચ્યો, જે લંકા પ્રીમિયર લીગમાં પ્રથમ છે. તેણે આ મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. હસરંગાએ ટી-10માં પણ હેટ્રિક ફટકારી છે.

ઝિમ્બાબ્વે સામેની બે વનડે મેચ માટે જૂન 2017માં રાષ્ટ્રીય પસંદગીકારો દ્વારા હસરંગાની પ્રથમ વખત શ્રીલંકાની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે ફિલ્ડિંગમાં પણ સારો છે, જેના કારણે તેને પસંદગી આપવામાં આવી હતી. હસરંગાએ પોતાની પદાર્પણ યાદગાર બનાવી. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના 14મા, 15મા અને 16મા બોલ પર ઝિમ્બાબ્વેના 3 બેટ્સમેનોને આઉટ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

હસરંગાએ ટી20 વર્લ્ડ કપ 2021માં પણ હેટ્રિક લીધી હતી. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં તેણે એડન માર્કરામ, ટેમ્બા બાવુમા અને ડ્વેન પ્રિટોરિયસને આઉટ કર્યા હતા. જો કે, આ મેચ આફ્રિકન ટીમ ડેવિડ મિલરની શાનદાર ઇનિંગથી જીતી હતી.

મલિંગા ODI ક્રિકેટમાં ત્રણ હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. તેના નામે બે વખત 4 બોલમાં 4 વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. યોર્કર કિંગ મલિંગાએ શ્રીલંકા માટે 30 મેચમાં 101 વિકેટ, 226 વનડેમાં 338, 84 ટી-20માં 107 વિકેટ લીધી છે.

Exit mobile version