OTHER LEAGUES

કોણ છે શોભના આશા? WPLમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

Pic- Female cricket

મહિલા પ્રીમિયર લીગ 2024ની બીજી મેચમાં RCB ટીમે યુપી વોરિયર્સ સામે બે રને રોમાંચક જીત નોંધાવી હતી. બોલર શોભના આશાએ RCBની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે એક ઓવરમાં ત્રણ વિકેટ લઈને માત્ર મેચ જ નહીં ફેરવી દીધી, પરંતુ WPLમાં પાંચ વિકેટ લેનારી પ્રથમ ભારતીય બોલર પણ બની.

શનિવારે રમાયેલી મેચમાં આરસીબીની ટીમે પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સ સામે જીત માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો, લક્ષ્યનો પીછો કરતા યુપીની ટીમે 16 ઓવરમાં ત્રણ વિકેટે 126 રન બનાવી લીધા છે. યુપીની ટીમ આસાનીથી જીત તરફ આગળ વધી રહી હતી, પરંતુ 17મી ઓવરમાં બોલિંગ કરવા આવેલી શોભનાએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને આખી મેચને ફેરવી નાખી હતી.

શોભનાએ ઓવરના પહેલા બોલ પર શ્વેતા સેહરાવત (31), ચોથા બોલ પર ગ્રેસ હેરિસ (38) અને છેલ્લા બોલ પર કિરણ નવગીરે (01)ને મોકલીને યુપીને સંપૂર્ણ રીતે બેક ફૂટ પર મૂકી દીધું. કિરણ નવગીરેની વિકેટ સાથે તેણે વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આવું કરનાર તે પ્રથમ ભારતીય બોલર બની હતી.

વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ વિકેટ લેનારી શોભના આશા વિશ્વની ચોથી બોલર છે. તેના પહેલા તારા નોરિસ, મેરિજન કેપ અને કિમ ગાર્થે આ કારનામું કર્યું હતું.

કોણ છે શોભના આશા?

32 વર્ષની શોભના આશાનો જન્મ કેરળના ત્રિવેન્દ્રમમાં થયો હતો. તે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જોકે તેને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી નથી. કેરળ અને પુડુચેરી ઉપરાંત, તે રેલ્વે, ઈન્ડિયા A અને ઈન્ડિયા બોર્ડ પ્રેસિડેન્ટ XI માટે પણ રમી ચુકી છે. શોભનાના પિતા ઓટો ડ્રાઈવર હતા, પરંતુ તેમ છતાં તેમણે તેમની પુત્રીને ક્રિકેટર બનાવવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી.

Exit mobile version