OTHER LEAGUES

WPL 24: રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને 4 વિકેટથી હરાવ્યું, છેલ્લી બોલે…

Pic- NDTV Sports

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝનની પ્રથમ મેચ ગત સિઝનની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈએ દિલ્હીને 4 વિકેટે હરાવીને લીગની જીત સાથે શરૂઆત કરી છે.

બેંગલુરુમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના 172 રનનો પીછો કરવાની શરૂઆતમાં જ ઓપનર હેલી મેથ્યુઝ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. જ્યારે યાસ્તિક ભાટિકાએ શાનદાર બેટિંગ કરી હતી અને 57 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. કેપ્ટન હરમન પ્રીતે તેને સપોર્ટ કર્યો હતો. તેણે 55 રનમાં શાનદાર બેટિંગ કરી હતી.

મેચની છેલ્લી ઓવર ખૂબ જ રોમાંચક હતી. છેલ્લી ઓવર નાખવા આવેલી એલિસ કેપ્સીએ પૂજા વસ્ત્રાકરને પહેલા બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ મુંબઈને જીતવા માટે 5 બોલમાં 12 રનની જરૂર હતી. બીજા બોલ પર ડબલ અને ત્રીજા બોલ પર સિંગલ મળ્યો. જે બાદ કેપ્ટન હરમને ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને ફરી એકવાર મેચમાં રોમાંચ વધારી દીધો હતો.

હવે મુંબઈને જીતવા માટે 2 બોલમાં 5 રનની જરૂર હતી. ત્યારબાદ કેપ્ટન હરમન ઓવરના પાંચમા બોલ પર કેચ આઉટ થઈ ગઈ. જે બાદ એવું લાગી રહ્યું હતું કે દિલ્હીએ મેચ પર કબજો જમાવી લીધો છે. પરંતુ છેલ્લા બોલ પર બેટિંગ કરવા આવેલી સંજનાએ સિક્સર ફટકારીને લીગના 2 પોઈન્ટ મુંબઈના ખાતામાં જમા કરાવ્યા હતા.

Exit mobile version