વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની આખી ટીમ 15.1 બોલમાં 64 રનમાં સમેટાઈ ગઈ હતી.
મુંબઈની ટીમ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરનું બેટ આગ લગાવતું જોવા મળ્યું હતું. તેણે મેચમાં શાનદાર અડધી સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ દરમિયાન તેમણે શું કહ્યું, ચાલો જાણીએ?
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 143 રને જીત મેળવી હતી. આ જીતમાં હરમનપ્રીતે મોટો ફાળો આપ્યો, જેણે બેટથી 65 રન બનાવ્યા. મેચ બાદ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, હરમનપ્રીત WPLના ઈતિહાસની પહેલી એવી ખેલાડી બની ગઈ છે, જેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓપનિંગ મેચમાં જીત બાદ હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે અમારી ટીમે પ્રથમ મેચમાં જ મારી અપેક્ષા કરતાં વધુ સારું રમ્યું હતું. તે અમારા માટે એક શાનદાર શરૂઆત છે. એવું લાગે છે કે એક સ્વપ્ન સાકાર થયું છે. અમે માનતા રહ્યા કે વસ્તુઓ અમારી તરફેણમાં હોવી જોઈએ અને બધું અમારી તરફેણમાં ગયું. અમે મેચ પહેલા ચર્ચા કરી હતી કે અમારે વસ્તુઓ ખૂબ જ સરળ રાખવી પડશે.”
આ સાથે હરમનપ્રીત કૌરે કહ્યું કે મેં બેટિંગ દરમિયાન ખરાબ બોલની રાહ જોઈ અને તેના પર ઘણા રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે ગુજરાત જાયન્ટ્સ સામે પ્રથમ બેટિંગ કરતી વખતે હરમનપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીતે ફિફ્ટી ફટકારીને વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં પોતાનું નામ બનાવ્યું છે. હરમન WPLમાં અડધી સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી.
