OTHER LEAGUES

રિદ્ધિમાન સાહા બંગાળ છોડીને હવે ત્રિપુરા માટે રમશે, આ જવાબદારી પણ મળી શકે

ભારતીય ટીમમાંથી આઉટ ઓફ ફેવર વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સાહા ત્રિપુરા ક્રિકેટ ટીમ સાથે પ્લેયર-કમ-ગાઈડ તરીકે જોડાશે. આ માહિતી ત્રિપુરા ક્રિકેટ એસોસિએશન (TCA)ના સંયુક્ત સચિવ કિશોર દાસે આપી હતી. ભારત માટે 40 ટેસ્ટ રમી ચૂકેલા અનુભવી સાહાને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ચૂક્યું છે.

દાસે પીટીઆઈને કહ્યું, “અમે સાહા સાથે વાત કરી છે અને તે રાજ્ય માટે રમવા માટે સંમત થયા છે. તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સિનિયર ટીમને માર્ગદર્શન આપવાની ભૂમિકા પણ ભજવશે. તેણે કહ્યું કે સાહાના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના અનુભવને જોતા જો તે ટીમ સાથે જોડાય છે તો ખેલાડીઓને ઘણો ફાયદો થશે.

“તેને કેપ્ટન બનાવવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી. આ અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે.” સાહા રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં ત્રિપુરા માટે રમે તેવી અપેક્ષા છે. સીએબીના સંયુક્ત સચિવ દેબ્રત દાસે આરોપ મૂક્યો હતો કે અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન રાજ્ય માટે ઘરેલું મેચોમાંથી બહાર રહેવાનું બહાનું બનાવી રહ્યો હતો તે પછી ઓક્ટોબરમાં 38 વર્ષનો સાહાએ બંગાળ છોડવાનો નિર્ણય કર્યો.”

Exit mobile version