ડાબોડી સ્પિનર નસુમ અહેમદ T20I ક્રિકેટમાં બાંગ્લાદેશનો સૌથી મોંઘો બોલર બની ગયો છે. મંગળવારે હરારેમાં ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20I મેચ દરમિયાન નસુમે તેની એક ઓવરમાં 34 રન આપ્યા હતા.
તેની આ ઓવર બાંગ્લાદેશની ઈનિંગની 15મી ઓવર હતી. ઝિમ્બાબ્વેના બેટ્સમેન રેયાન બર્લે નસુમ અહેમદની ઓવરમાં 5 સિક્સ અને એક ફોર ફટકારી હતી. યજમાન ટીમના બેટ્સમેને પહેલા ચાર બોલમાં સતત ચાર સિક્સર ફટકારી હતી અને ત્યાર બાદ તેણે પાંચમા બોલ પર ફોર અને પછી છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી.
મેચમાં નસુમની આ બીજી ઓવર હતી. તેણે બે ઓવરમાં 40 રન આપ્યા. તેની બોલિંગ દરમિયાન નસુમને માત્ર એક જ વિકેટ મળી હતી. ઝિમ્બાબ્વેની ટીમે એક સમયે મેચમાં 76 રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ નસુમ બોલિંગ કરવા આવી અને તેણે પોતાની ઓવરમાં 34 રન આપ્યા. જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમ 150ના આંકડાને સ્પર્શવામાં સફળ રહી હતી.
6⃣6⃣6⃣6⃣4⃣6⃣ in an over 🤯
Ryan Burl is on 🔥
Watch all the #ZIMvBAN matches on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/NioNKWAKhy
— ICC (@ICC) August 2, 2022
T20I ક્રિકેટમાં, તે ક્રિકેટમાં કોઈપણ બોલર દ્વારા ત્રીજી સૌથી મોંઘી ઓવર હતી. તેની પહેલા શ્રીલંકાના અકિલા ધનંજયા અને ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે પોતપોતાની ઓવરમાં 36 રન ખર્ચ્યા હતા. ધનંજયે આ રન 2021માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 2007માં બ્રોડે ભારત સામે ખર્ચ્યા હતા. નસુમ સૈફુદ્દીન અહેમદ પહેલા T20I ક્રિકેટમાં બાંગ્લાદેશના સૌથી મોંઘા બોલર હતો. તેણે 2017માં દક્ષિણ આફ્રિકા સામે 31 રન આપ્યા હતા.