
આઈસીસી ટી-20 વર્લ્ડકપને હવે થોડો જ સમય બાકી છે. તમામ દેશોએ ટીમોની જાહેરાત પણ કરી દીધી છે. એવામાં ઇંગ્લેન્ડની ટીમને વર્લ્ડ કપ પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન યુએઈ અને ઓમાનમાં યોજાનારા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. જે ઈંગ્લેન્ડ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહ્યું કે ઓલરાઉન્ડર સેમ કુરાન ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. કારણ કે તે તેની પીઠની ઈજાથી પરેશાન છે. આ સાથે, બોર્ડે એ પણ પુષ્ટિ કરી છે કે સેમ કુરન આઈપીએલની બાકીની મેચોમાં રમી શકશે નહીં. સેમ કુરેનની જગ્યાએ તેના ભાઈ ટોમ કરનને ઈંગ્લેન્ડની ટીમમાં તક આપવામાં આવી છે.
ECB એ વધુમાં જણાવ્યું હતું કે સેમ કરનની જગ્યાએ તેના ભાઈ ટોમ કુરનનો ઈંગ્લેન્ડની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, ડાબા હાથના બોલર રીસ ટોપલીને અનામત ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે. સેમ કરન ટૂંક સમયમાં યુએઈથી ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જે બાદ તેની ઈજાની તપાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે સેમ કરન હાલમાં IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને આ સિઝનમાં ઓછી તકો આપી છે.
