T-20

શ્રીલંકાની કારમી હાર, નામિબિયાએ 55 રનથી જીતીને આ રેકોર્ડ બનાવ્યો

સિમન્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલા T20 વર્લ્ડ કપના ગ્રુપ Aની પ્રથમ મેચમાં શ્રીલંકાને નામીબિયા સામે 55 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સાથે નામિબિયાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. T20 ઇન્ટરનેશનલમાં એસોસિયેટ ટીમ વિરુદ્ધ પૂર્ણ સભ્ય ટીમ વચ્ચે રન દ્વારા સૌથી મોટી જીત નોંધાવનારી નામિબિયા ત્રીજી ટીમ બની છે.

નામિબિયા તરફથી મળેલા 164 રનના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 21 રનમાં કુસલ મેન્ડિસ (6), પથુમ નિસાંકા (9) અને દાનુષ્કા ગુનાથિલાકા (0)ની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી ધનંજય ડી સિલ્વા અને ભાનુકા રાજપક્ષેએ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ નામિબિયા સામે લાચાર દેખાતા હતા અને કોઈ પણ બેસ્ટમેન ટકી ન રહ્યા. આ પછી પણ નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને ટીમ 19 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ડેવિડ વિઝ, બર્નાર્ડ શોલ્ટ્ઝ, બેન શિકોન્ગો અને જાન ફ્રાયલિંકે 2-2 વિકેટ લીધી હતી જ્યારે જેજે સ્મિટોને એક વિકેટ મળી હતી.

આ પહેલા શ્રીલંકાએ ટોસ જીતીને નામિબિયાને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. જેન ફ્રાયલિંક (44) અને જેજે સ્મિત (અણનમ 31) વચ્ચેની વિસ્ફોટક 70 રનની ભાગીદારીને કારણે રવિવારે ICC T20 વર્લ્ડ કપ 2022ની ગ્રુપ A મેચમાં નામિબિયાએ શ્રીલંકા સામે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

T20 ઇન્ટરનેશનલમાં સહયોગી ટીમ વિરુદ્ધ પૂર્ણ સભ્ય ટીમ વચ્ચે રન દ્વારા સૌથી મોટી જીત:

81 રન અફઘાનિસ્તાન વિ ઝિમ્બાબ્વે શારજાહ 2016
59 રન અફઘાનિસ્તાન વિ ઝિમ્બાબ્વે નાગપુર 2016
55 રન નામીબિયા vs શ્રીલંકા જીલોંગ 20

Exit mobile version