
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે શનિવારે દક્ષિણ આફ્રિકા સામે સુપર 12માં તેની શરૂઆતની મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનની પુષ્ટિ કરી હતી. જોકે ફિંચે સંભવિત અગિયાર ખેલાડીઓના નામ જાહેર કર્યા ન હતા, તેણે એમ કહ્યું હતું કે તેમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઇનિસ સાથે સાત બેટ્સમેનો ચાર બોલરો સાથે મેદાનમાં ઉતરશે.
ફિંચે કહ્યું, અમે સાત બેટ્સમેન અને ચાર બોલરો સાથે મેદાનમાં ઉતરીશું, જેમાં ઓલરાઉન્ડરનો પણ સમાવેશ થાય છે. મેક્સવેલ, સ્ટોઇનિસ માર્શમાં ઘણો વિશ્વાસ છે. આ ખેલાડીઓ ચાર ઓવર ફેંકવામાં પણ સક્ષમ છે. અમને લાગે છે કે તેઓ અહીંની ધીમી પિચો પર સારો દેખાવ કરશે.
ફિંચે તેના ઓપનિંગ પાર્ટનર ડેવિડ વોર્નરને ટેકો આપ્યો છે, જે લાંબા સમયથી ખરાબ ફોર્મમાં છે. હું કહી શકું છું કે તે એક મહાન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેમાં કોઈ શંકા નથી કે તે ટૂંક સમયમાં ફોર્મમાં પાછો આવશે.
ઓસ્ટ્રેલિયા માટે નોંધનીય બાબત એ છે કે તેના ઓપનરોએ યુએઈની ધીમી પીચો પર કાળજીપૂર્વક બેટિંગ કરવી પડશે અને એવરેજ પણ જાળવવી પડશે.
