T-20

‘બ્લેક લાઇવ મેટર્સ’ને સમર્થન ન આપતા આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકને બહાર કાઢ્યો?

ICC ટી-20 વર્લ્ડ કપમાં મંગળવારે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગ્રુપ 1ની સુપર 12 મેચ રમાઈ રહી છે. બંને ટીમો પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ અહીં રમવા આવી છે. આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે આકરું પગલું ભર્યું હતું. ટીમના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન ક્વિન્ટન ડી કોકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. કારણ ખૂબ જ ચોંકાવનારું હતું, તેણે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાને અનુસરવાનો ઇનકાર કર્યો હતો.

ટી-20 વર્લ્ડ કપ મેચમાં ભાગ લેનાર તમામ દેશોની ટીમો બ્લેક લાઈફ મેટર્સના અભિયાનને સમર્થન કરતી જોવા મળી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામેની મેચમાં ઉતરતા પહેલા ડી કોકે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ માહિતી ટોસ સમયે બહાર આવી હતી. તેની પાછળનું સાચું કારણ કંઈક બીજું જ જણાવવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ, બ્લેક લાઇફ મેટર્સને સમર્થન આપવા માટે ડીકોકે મેચ પહેલાં ઘૂંટણિયે પડવાનો ઇનકાર કર્યો હતો. આ જ કારણ હતું કે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

મેચ દરમિયાન કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેલા ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકે આ વાત શેર કરી છે. ક્વિન્ટન ડી કોક આજની મેચ રમી રહ્યો નથી કારણ કે તેણે બ્લેક લાઇવ્સ મેટર અભિયાન અંગે પોતાનું વલણ અપનાવ્યું હતું.

Exit mobile version