T-20

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી થયા બાદ અશ્વિનનું ટ્વીટ થયું વાયરલ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. વરિષ્ઠ સ્પિનર ​​આર અશ્વિન ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં વર્ષો બાદ પરત ફર્યા છે. અશ્વિને તેની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2017માં રમી હતી. ત્યારથી તે ટેસ્ટ ટીમનો ભાગ રહ્યો, પરંતુ તેને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમવાની તક મળી નહીં. ટી-20 વર્લ્ડકપ માટે ટીમમાં પસંદગી થયા બાદ અશ્વિને એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

અશ્વિને પોતાના ઘરની દિવાલ પર લખેલું પોતાનું અવતરણ છે, ‘દરેક ટનલના અંતે પ્રકાશ હોય છે, પરંતુ ટનલની અંદર, જેઓ માને છે કે પ્રકાશ છે, તેઓ તે પ્રકાશ જોવા માટે જીવે છે’. આ અવતરણ શેર કરતાં અશ્વિને લખ્યું, ‘2017માં મેં આ કોટ દીવાલ પર લખતા પહેલા ઘણી વખત મારી ડાયરીમાં લખ્યો હતો. તમે જે અવતરણો વાંચો છો અથવા પ્રશંસા કરો છો તે વધુ શક્તિ ધરાવે છે જો આપણે તેને આપણા જીવનમાં લાગુ કરીએ.

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (wk), ઇશાન કિશન (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર મોહમ્મદ શમી.

રિજર્વ: શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.

Exit mobile version