T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશની ODI ટીમના કેપ્ટન અને સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તમીમ ઈકબાલે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ટીમને 3-0થી ઐતિહાસિક જીત અપાવી છે.
ટી-20માંથી નિવૃત્તિના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરતા તેણે લખ્યું કે, મને આજથી ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્ત માનવામાં આવે છે, આપ સૌનો આભાર. T20 કારકિર્દીમાંથી તેની નિવૃત્તિ બાંગ્લાદેશ ટીમ માટે મોટો ઝટકો છે કારણ કે હવે T20 વર્લ્ડ કપને ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં, ટીમ ચોક્કસપણે તેના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનની કમી અનુભવશે.
તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, 33 વર્ષીય બેટ્સમેને તેના દેશ માટે 78 મેચ રમી જેમાં તેણે 24.08ની સરેરાશથી 1758 રન બનાવ્યા. તેણે તેની છેલ્લી ટી20 મેચ માર્ચ 2020માં રમી હતી.
Congratulations to Tamim Iqbal for the Player of the Series!#BCB #Cricket #WIvBAN pic.twitter.com/s7KTk7pkyy
— Bangladesh Cricket (@BCBtigers) July 16, 2022
જો કે, તમિમે આ વર્ષની શરૂઆતમાં આ સંકેત આપ્યો હતો જ્યારે તેણે ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાંથી 6 મહિનાનો બ્રેક લીધો હતો. જોકે, આ સમય દરમિયાન તેણે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. હાલમાં બાંગ્લાદેશ માટે વનડેમાં તમીમ તેની ટીમનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન છે. તેણે પોતાના દેશ માટે ટેસ્ટમાં 5,082 રન અને વનડેમાં 7,943 રન બનાવ્યા છે.