T-20

કેપ્ટનશીપ મળ્યા બાદ KL રાહુલે કહ્યું, હાલ મારું દિલ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી પેનલે રવિવારે (22 મે) દક્ષિણ આફ્રિકા સામે આગામી પાંચ મેચની T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની 18 સભ્યોની ટીમની જાહેરાત કરી.

આ ટીમમાં જ્યાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલને કપ્તાની સોંપવામાં આવી છે. રાહુલે કેપ્ટન તરીકે નિયુક્તિ પર ખુશી વ્યક્ત કરી હતી.

આઈપીએલ ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં કેએલ રાહુલે કહ્યું કે કોઈના દેશનું નેતૃત્વ કરવું એ હંમેશા એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. ફરી એક વાર આ તક મેળવીને ખૂબ જ ખુશ છું, તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. પરંતુ અત્યારે મારું દિલ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે છે. અમારી પાસે બે દિવસમાં નોકઆઉટ મેચો આવવાની છે, તેથી હું તેના વિશે સ્વિચ કરીશ. હું આ IPL ટ્રોફી જીતવા માંગુ છું અને પછી મારી જાતને થોડા દિવસો માટે બ્રેક આપીશ અને પછી ભારતીય ટીમ વિશે વિચારીશ.

KL રાહુલની આગેવાની હેઠળની ટીમે IPL 2022 લીગ સ્ટેજ ત્રીજા સ્થાને સમાપ્ત કર્યું અને તેઓ 25 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે. રાહુલ 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી T20I શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે જ્યારે રિષભ પંતને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ ભારતીય T20 ટીમમાં પુનરાગમન કર્યું છે, જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

Exit mobile version