ઈન્ડિયન પ્રીમિયર લીગ પુરી થયા બાદ પણ ભારતીય ખેલાડીઓને આરામ મળી રહ્યો નથી. ટીમ ઈન્ડિયાએ આઈપીએલ ફાઈનલના એક સપ્તાહ બાદ જ દક્ષિણ આફ્રિકા સામે 5 ટી20 મેચોની શ્રેણી રમવાની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અમદાવાદમાં IPL 2022ની ફાઈનલની સાંજે કરવામાં આવશે. આવી સ્થિતિમાં ખેલાડીઓનું શિડ્યુલ ખૂબ જ ચુસ્ત બની ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય પસંદગીકારો દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડ બંને T20 શ્રેણીમાં IPLના કેટલાક ઉભરતા સ્ટાર્સને અજમાવવા માંગે છે. જ્યારે વિરાટ કોહલી સહિત અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. ઉમરાન મલિક, પૃથ્વી શો પસંદગીકારોના રડાર પર હશે અને આ ખેલાડીઓને બંને શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. એક મુદ્દો જે ખૂબ ચર્ચામાં છે તે એ છે કે શું સુકાની રોહિત શર્મા, તેના નાયબ કેએલ રાહુલ અને ટીમના અગ્રણી બેટ્સમેન કોહલી T20 વર્લ્ડ કપમાં ટોચના 3 તરીકે ભારત માટે યોગ્ય પસંદગી છે.
કોહલીનું ખરાબ ફોર્મ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને 11 મેચમાં 116ના નીચા સ્ટ્રાઇક રેટથી 216 રન બનાવ્યા એ ન તો ભૂતપૂર્વ કેપ્ટનની ગુણવત્તા અને તેની ક્ષમતાનો સંકેત છે. રાહુલ એલએસજી માટે એન્કરની ભૂમિકા ભજવે છે અને 145ની એવરેજથી 451 રન બનાવીને પોતાની એક લીગમાં છે.