T-20

હાર બાદ શોએબ અખ્તરે બાબર આઝમ સહિત આ ખેલાડીઓની ક્લાસ લીધી

પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2022ની ફાઇનલમાં હારી ગઈ હતી. શ્રીલંકાના હાથે પાકિસ્તાનનો પરાજય થયો હતો. પાકિસ્તાનનો પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર આ હારથી નિરાશ છે અને તેણે પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ સહિત વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન અને ખુશદિલ શાહની ક્લાસ લીધી છે.

શોએબ અખ્તરે મેચ બાદ પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાના વિચારો શેર કરતા કહ્યું, “આ સંયોજન કામ નહીં કરે. પાકિસ્તાને તમામ બાબતો પર ધ્યાન આપવું પડશે. ફખર જમાન, ઈફ્તિકાર અહેમદ અને ખુશદિલ શાહે પણ પોતાના વિશે વિચારવું પડશે. મોહમ્મદ રિઝવાન એ પણ સમજવાની જરૂર છે કે T20 ક્રિકેટમાં 50 બોલમાં 50 રન કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય, તેનાથી પાકિસ્તાનને કોઈ ફાયદો નહીં થાય.

રાવલપિંડી એક્સપ્રેસ નામના ફેમસ ફાસ્ટ બોલરે પણ બાબર આઝમ પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું, “બાબર આઝમ જો રન નહીં કરે તો તે કંઈ કરી શકશે નહીં. તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં રન બનાવ્યા નથી. ક્લાસ…ક્લાસ…ક્લાસ…ક્લાસ છોડી દો ભાઈ. પરંતુ જ્યારે તમે ફોર્મમાં નથી, ત્યારે તમને વર્ગ દેખાતો નથી. તમે પ્રથમ બોલથી હિટ કરવાનો પ્રયાસ કરો છો.”

અખ્તરે ફખર ઝમાન વિશે આગળ કહ્યું, “ફખર જમાન યાર તેરી રૂપ ચલી ગયા હૈ, તુ કીધર ચલા ગયા હૈ. ફોર્મ ગયું, કેમ તેં ફોર્મ ગુમાવ્યું. ખબર નથી શું ચાલી રહ્યું છે.

Exit mobile version