ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં અજેય અભિયાન બાદ 6 ઓક્ટોબરથી T20 શ્રેણી રમવા માટે તૈયાર છે. આ અંગે ટીમ ઈન્ડિયાના બોલરોએ નેટ્સ પ્રેક્ટિસ દરમિયાન ઘણો પરસેવો પાડ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર અને આઈપીએલમાં ટીમ ઈન્ડિયાનો નવો ખેલાડી મયંક યાદવ ગ્વાલિયરમાં 6 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલા નેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
મયંકની સાથે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ પણ બોલિંગ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 22 વર્ષીય નીતીશ રેડ્ડી અને હર્ષિત રાણા સાથે ટીમમાં ત્રણ અનકેપ્ડ ખેલાડીઓમાંથી એક છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં પ્રથમ T20 મેચ રમાશે. બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદમાં 12 ઓક્ટોબરે રમાશે.
Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3
— BCCI (@BCCI) October 4, 2024
