T-20

પાકિસ્તાનની હાર બાદ શમી ટ્રોલ થતા ‘AIMIM’ના વડા અસદુદ્દીન ઓવૈસીએ બચાવ કર્યો

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી હાર બાદ સોશિયલ મીડિયા પર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. શમી વિરુદ્ધ વિવિધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને કેટલીક પોસ્ટમાં તેને પાકિસ્તાની પણ ગણાવવામાં આવ્યો હતો. AIMIM ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી મોહમ્મદ શમીના બચાવમાં આવ્યા છે. ઓવૈસીએ કહ્યું કે ગઈકાલની ભારત પાકિસ્તાન મેચ બાદ ઝડપી બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ દર્શાવે છે કે દેશમાં નફરત કેટલી વધી છે. ટીમમાં 11 ખેલાડી છે અને એક મુસ્લિમ ખેલાડીને આ લોકો નિશાન બનાવી રહ્યા છે. કોણ ફેલાવી રહ્યું છે?

વિવારે ભારતની હાર બાદ મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જોકે, મેચમાં ટીમ ઇન્ડિયાના તમામ અનુભવી બોલરો મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સુધી બિનઅસરકારક રહ્યા હતા. આ મેચમાં મોહમ્મદ શમી સૌથી મોંઘો બોલર સાબિત થયો. પાકિસ્તાને 3.5 ઓવરમાં 43 રન બનાવ્યા હતા. આ નિરાશાજનક પ્રદર્શન બાદ શમીને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

બીજી તરફ પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે મોહમ્મદ શમીનો બચાવ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે મોહમ્મદ શમી પર ઓનલાઈન હુમલાથી હું ચોંકી ગયો છું. હું તેની સાથે ઉભો છું.

Exit mobile version