T-20

અજીત અગરકર: ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં કોઈ બદલાવન જરૂર નથી

ભારતના ભૂતપૂર્વ બોલર અજીત અગરકરનું માનવું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આ મહિનાના અંતમાં UAE અને ઓમાનમાં રમાનારા ICC ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર કરવાની જરૂર નથી. અગરકરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, “મને લાગે છે કે એકવાર તમે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દો, જ્યાં સુધી કોઈ ખેલાડી ઘાયલ ન થાય ત્યાં સુધી તેને બદલવાની જરૂર નથી. ઘણા ખેલાડીઓ એવા છે જે ફોર્મમાં નથી.

ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ જે ટી 20 વર્લ્ડ કપનો ભાગ છે. બંને ખેલાડીઓ ફોર્મમાં નથી અને રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે જ્યારે હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સતત સવાલ ઉઠી રહ્યા છે.

“જો બીસીસીઆઈ વિચારે છે કે તેઓએ વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ 15 ખેલાડીઓની પસંદગી કરી છે, તો તેઓએ બદલાવું જોઈએ નહીં. તમારે તમારા ખેલાડીઓમાં વિશ્વાસ રાખવાની જરૂર છે કારણ કે વસ્તુઓ ગમે ત્યારે બદલાઈ શકે છે.”

Exit mobile version