ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 2022 કોમનવેલ્થ ગેમ્સની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી મળેલા 155 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ એક સમયે 100 રન સુધી તેની છ વિકેટ ગુમાવી દીધી હતી.
પરંતુ એશ્લે ગાર્ડનરે 52 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા માટે આ મેચમાં વિકેટકીપર એલિસા હીલીએ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં નવો ઈતિહાસ રચ્યો હતો.
હીલીએ ભારતની ઇનિંગ દરમિયાન બે કેચ પકડ્યા હતા. તેણે ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માને વિકેટ પાછળ પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી, હીલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વિકેટ પાછળ 100 વિકેટ લેનારી પ્રથમ વિકેટકીપર (પુરુષ અને મહિલા) બની ગઈ છે. હીલીએ હવે આ મામલામાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી વધુ વિકેટ પાછળના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ પહેલા ધોનીએ વિકેટ પાછળ 91 શિકાર કર્યા હતા, જ્યારે હિલી પાસે હવે 101 શિકાર છે.
Australia's Alyssa Healy has become the first ever wicket-keeper to register 100 dismissals in T20I cricket 👏#B2022 pic.twitter.com/6IbVO0dMNi
— ICC (@ICC) July 30, 2022