આ ટુર્નામેન્ટમાં વિશ્વભરની 16 ટીમો ભાગ લેશે અને અંતિમ મેચ 16 નવેમ્બરના રોજ રમાશે…..
આગામી કેટલાક મહિનાઓ દુનિયાભરના ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ સુખદ બનશે. આઇસીસી દ્વારા ટી-20 વર્લ્ડ કપ 2021નું શેડ્યૂલ જાહેર કરાયું છે ત્યારથી જ ક્રિકેટ ચાહકો સોશ્યલ મીડિયા પર દંગ રહી ગયા છે. તેની પાછળનું એક સૌથી મોટું કારણ આઈપીએલ અને ટી-20 વર્લ્ડ કપ છે.
હા, જ્યારે આઈપીએલ ઓક્ટોબરમાં સમાપ્ત થશે, ત્યારે ટી -20 વર્લ્ડ કપ તેના એક જ દિવસ પછી શરૂ થશે. આ બંને ટૂર્નામેન્ટની તારીખોની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ આઈપીએલ અંગેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી બીસીસીઆઈ તરફથી આવી નથી.
આઇપીએલ 2021 કોરોનાને કારણે 4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી અને હવે બાકીની મેચ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. વિશ્વની આ સૌથી મોટી લીગની અંતિમ મેચ 15 ઓક્ટોબરના રોજ રમાશે. તે જ સમયે, આના એક દિવસ પછી, આઇસીસી ટી 20 વર્લ્ડ કપ (17 ઓક્ટોબર)ની શરૂઆત થશે.
યુએઈમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં વિશ્વભરની 16 ટીમો ભાગ લેશે અને અંતિમ મેચ 16 નવેમ્બરના રોજ રમાશે.
#IPL2021 #T20WorldCup #TeamIndia schedule of t20 world Cup…
pic.twitter.com/pFhyvr3EoM — Viswam Official (@ViswaBai19) June 26, 2021

