પાકિસ્તાને એશિયા કપ 2022 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેની બાબર આઝમના હાથમાં રહેશે.
એશિયા કપ શેડ્યૂલ બહાર આવ્યાના એક દિવસ બાદ જ પાકિસ્તાને પોતાની ટીમની પસંદગી કરી છે. એશિયા કપમાં પાકિસ્તાનનો ક્યારે ભારતનો સામનો કરવાનો છે અને અન્ય ટીમો સાથે ક્યારે ટક્કર થશે, બધું સ્પષ્ટ છે. અને, હવે તેણે પોતાની ટીમની તસવીર પણ સાફ કરી દીધી છે.
એશિયા કપ માટે ટીમની પસંદગી કરવા ઉપરાંત, પાકિસ્તાને નેધરલેન્ડ સામેની વનડે શ્રેણી રમવા માટે તેની 16 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 16 થી 21 ઓગસ્ટ વચ્ચે વનડે સીરીઝ રમાશે. જ્યારે એશિયા કપ 2022 UAEમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે.
પાકિસ્તાને તેના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહને નેધરલેન્ડ અને એશિયા કપ બંને ટીમમાં જગ્યા આપી છે. તેને હસન અલીની જગ્યાએ આ તક મળી છે. આ સિવાય ઈજામાંથી સાજા થઈ રહેલા શાહીન શાહ આફ્રિદીને પણ બંને ટીમમાં જગ્યા મળી છે.
એશિયા કપમાં પાકિસ્તાન પોતાના અભિયાનની શરૂઆત ભારત સામે કરશે. બંને વચ્ચેની આ મેચ 28 ઓગસ્ટ, રવિવારે રમાશે. એશિયા કપ માટે પાકિસ્તાન દ્વારા પસંદ કરાયેલા 15 ખેલાડીઓ નીચે મુજબ છે.
🇵🇰✈️
🚨 Pakistan's squads for Netherlands ODIs and ACC T20 Asia Cup 🚨
Read more: https://t.co/CsUoxtXc1H#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/4be4emR8Sy
— Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022