T-20

એશિયા કપ: પાકિસ્તાનને ફરી એક ઝટકો લાગી શકે છે, વધુ એક બોલર ઘાયલ

શાહીન આફ્રિદીનું એશિયા કપ 2022માંથી બહાર થવું એ પાકિસ્તાન માટે મોટો ઝટકો હતો. આમાંથી બહાર આવવાની કોશિશ કરી રહેલી પાકિસ્તાની ટીમને આંચકો લાગી શકે છે. ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ વસીમ જુનિયરે ગુરુવારે પ્રેક્ટિસ સેશનમાં હાજરી આપ્યા બાદ પીઠમાં દુખાવાની ફરિયાદ કરી છે.

આવી સ્થિતિમાં, પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ અને મહત્વપૂર્ણ મેચ પહેલા વસીમની પીઠનો એમઆરઆઈ સ્કેન કરાવવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સાંજ સુધીમાં તેનો સ્કેન રિપોર્ટ આવી જશે.

મોહમ્મદ વસીમ એશિયા કપમાં રમશે કે નહીં તેનો નિર્ણય તેના સ્કેન રિપોર્ટના આધારે લેવામાં આવશે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે ફાસ્ટ બોલરની પીઠનો દુખાવો ગંભીર નથી પરંતુ સાવચેતીના પગલા તરીકે તેનું સ્કેન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સામે 28 ઓગસ્ટની મેચ બાદ પાકિસ્તાન તેની બીજી ગ્રુપ મેચમાં 2 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે ટકરાશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમમાં ફિટ બોલર હોવા જરૂરી છે.

Exit mobile version