ક્રિકેટ જગત હાલમાં વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગનો આનંદ માણી રહ્યું છે. આ પછી જૂનમાં T20 વર્લ્ડ કપ 2024 રમાવાનો છે, જેમાં ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ પણ જોવા મળશે.
પરંતુ આ દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. મતલબ કે ચાહકો વધુ એક હાઈ વોલ્ટેજ મેચ જોવા જઈ રહ્યા છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને ક્રિકેટ ચાહકોને સારા સમાચાર આપ્યા. ACCએ જણાવ્યું કે મહિલા એશિયા કપ 19 જુલાઈથી શ્રીલંકામાં રમાશે. ઉપરાંત આ સમગ્ર ટુર્નામેન્ટનો કાર્યક્રમ પણ બહાર પાડવામાં આવ્યો છે.
મહિલા એશિયા કપની આ આવૃત્તિમાં આઠ ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા, નેપાળ અને થાઈલેન્ડ જેવી ટીમો ટાઈટલ જીતવા માટે પોતાનો દાવો દાખવશે.
મહિલા એશિયા કપ 2024 માટે, 8 ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ Aમાં સાથે છે. બંને વચ્ચે 21 જુલાઈના રોજ મેચ રમાશે. આ બે સિવાય યુએઈ અને નેપાળ પણ આ ગ્રુપમાં છે. ગ્રુપ બીની વાત કરીએ તો તેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને થાઈલેન્ડની ટીમો છે.
ટૂર્નામેન્ટની જાહેરાત કરતા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે, “અમે એશિયન ક્રિકેટમાં મહિલા ક્રિકેટમાં વધી રહેલી સ્પર્ધાથી ખુશ છીએ અને તેને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. અમને ખુશી છે કે ટૂર્નામેન્ટ 2018માં 6 ટીમોથી વધીને 8 ટીમો થઈ ગઈ છે.”
Exciting news for cricket fans! The ACC Women’s Asia Cup 2024 is set to kick off on July 19th in Dambulla! Brace yourselves for an action-packed tournament featuring the top 8 women's cricket teams in Asia.
Know more at: https://t.co/LX8Qbm9ep2#ACCWomensAsiaCup2024 #ACC pic.twitter.com/t8Ngw8ZQRP
— AsianCricketCouncil (@ACCMedia1) March 26, 2024