T-20

એશિયન ગેમ્સ: યશસ્વી જયસ્વાલે નેપાળ સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો

pic- twitter

ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ 2023માં નેપાળ સામે ક્વાર્ટર ફાઇનલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.

યશસ્વી પહેલા આ રેકોર્ડ શુભમન ગિલના નામે હતો. યશસ્વીએ 21 વર્ષ 279 દિવસની ઉંમરે નેપાળ સામે સદી ફટકારી હતી, જ્યારે શુભમન ગિલે આ વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે 23 વર્ષ 146 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. યશસ્વીની ઇનિંગની વાત કરીએ તો તેણે 49 બોલમાં 8 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 100 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને કેએલ રાહુલનું નામ પણ આ યાદીમાં છે. રૈનાએ દક્ષિણ આફ્રિકા (2010) સામે 23 વર્ષ 156 દિવસની ઉંમરે સદી ફટકારી હતી, જ્યારે રાહુલે 2016માં 24 વર્ષ અને 131 દિવસની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ સામે આ સિદ્ધિ મેળવી હતી.

ભારત માટે T20Iમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન-

યશસ્વી જયસ્વાલ- 21 વર્ષ 279 દિવસ
શુભમન ગિલ- 23 વર્ષ 146 દિવસ
સુરેશ રૈના- 23 વર્ષ 156 દિવસ
કેએલ રાહુલ- 24 વર્ષ 131 દિવસ

Exit mobile version