ઓસ્ટ્રેલિયન ખેલાડી એલિસ પેરી મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપ 2023માં એક મોટો રેકોર્ડ બનાવવાની નજીક છે. એલિસ પેરીએ રોહિત શર્મા પર નજર રાખી છે, જે આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે.
10 ફેબ્રુઆરીથી મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે રમવાની છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાનની સાથે ‘ગ્રુપ બી’માં છે. એક ગ્રુપમાં 5 ટીમો છે એટલે કે દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમશે. ઓસ્ટ્રેલિયાની ખેલાડી એલિસ પેરી ગ્રુપ સ્ટેજમાં જ પુરુષ ક્રિકેટર રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખશે.
એલિસ પેરી ઓસ્ટ્રેલિયાની ટીમમાં મહત્વની ખેલાડી છે, જો તે ફિટ રહેશે તો તેને દરેક મેચના પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવશે. જો આમ થશે તો તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાનો રોહિતનો રેકોર્ડ તોડી નાખશે. હાલમાં, પુરુષો અને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ T20 વર્લ્ડ કપ મેચ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે 39 મેચ રમી છે, જ્યારે એલિસ પેરી મહિલા ક્રિકેટમાં નંબર વન છે અને હવે તે રોહિતને પાછળ છોડી દેવાની નજીક છે.
એલિસ પેરી T20 વર્લ્ડ કપમાં 36 મેચ રમી છે. જો તે ગ્રૂપ સ્ટેજની તમામ 4 મેચ રમશે તો એલિસ પેરી પાસે 40 મેચ હશે અને તે રોહિત શર્માને પાછળ છોડી દેશે.
રોહિત શર્મા : 39
એલિસ પેરી: 36*
મહિલા T20 વર્લ્ડ કપ 2023: સૌથી વધુ T20 વર્લ્ડ કપમાં હાજરી આપનાર ટોચની 5 મહિલા ક્રિકેટરો